ચણા બટાટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને આખી રાત પલાળી રાખવા. સવારે એક કૂકર માં આ ચણા અને એક બટેટુ ને બરાબર ધોઈને બાફવા મૂકવા.
- 2
બફાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢી લેવા. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકવું. ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરો. તેમાં લીમડાના પાન તથા ટામેટા ઉમેરી દો.
- 3
હવે તેમાં મસાલા પણ ઉમેરી દો. બધા જ મસાલા બરાબર મિક્સ કરી પાંચ મિનિટ માટે ઢાંકી દો. બરાબર ટામેટા ચડી જાય એટલે તેમાં બાફેલા બટાટા નો માવો અને ચણા ઉમેરી દો. થોડું પાણી પણ જરૂર મુજબ ઉમેરી ને ફરી ઢાંકી દો. ૮/૧૦ મિનીટ માટે બરાબર ચડવા દો. કોથમીર છાંટી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960624






ટિપ્પણીઓ (6)