જુવાર, ઘઉં,ચણા ના લોટ ના મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં ત્રણેય લોટ ચાળી લો. તેમાં ઉપર બતાવેલા દરેક ઘટકો ઉમેરી ને કણક તૈયાર કરો. યાદ રાખો કે પાણી નથી ઉમેરવાનું. ત્યાર બાદ ઢોકલિયાના કૂકર માં મુઠીયા વાળી ગેસ પર મૂકી દો.
- 2
૨૦ મિનીટ ચડવા દો. ચાકુ થી ચેક કરી જોવું. ચાકુ બિલકુલ સાફ બહાર આવે તો મુઠીયા ચડી ગયા છે. હવે તેને ઠંડા થવા દો. ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકી દો. તેમાં વઘાર માટે રાઈ જીરું ઉમેરો.
- 3
ત્યાર બાદ મેથી, ધાણા, લીલા મરચા, તલ, લીમડાના પાન,ખાંડ, બે ચમચી પાણી ઉમેરી દો. ત્યાર બાદ તેમાં મુઠીયા ના ટુકડા ઉમેરો.
- 4
તેની પર હિંગ મરચું છાંટી દો. ૫ મિનીટ સાંતળી લો. ત્યાર બાદ ગરમ ગરમ મુઠીયા લસણ ની ચટણી અને જીરા દહીં સાથે પીરસો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11971405
















ટિપ્પણીઓ (4)