રવા, ફોતરા વાળી મગ દાળ ના ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોતરા વાળી દાળ ને બરાબર ધોઈને પલાળી રાખો. એક કલાક પછીતેને મિક્સર માં માખણ ની છાશ ઉમેરી ને પીસી લો. ત્યાર બાદ એક કડાઈ માં રવો લો તેમાં પીસેલી દાળ, અને બધા જ મસાલા ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી ને છેલ્લે ઇનો નાખી ને હલાવી લો. ગેસ પર ઢોકલિયા માં ગરમ પાણી થવા મૂકી દો. હવે એક થાળી માં તેલ લગાવી લો. પછી આં ખીરું રેડી દો. અને ઢોકલિયા મૂકી દો.
- 2
પંદર થી વીસ મિનીટ માં થય જસે. ત્યાર બાદ તેને દસ મિનિટ ઠંડા પડવા દો. ચાકુ થી કાપા પાડી લો. હવે ગેસ પર એક કડાઈ ગરમ મૂકો તેમાં રાઈ નો વઘાર કરો. તેમાં લીમડાના પાન અને તલ ઉમેરો. ખાંડ અને પાણી પણ ઉમેરો. હવે તેમાં ઢોકળા ઉમેરી દો. પાંચ મિનિટ બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ એક પ્લેટ માં બીટ નું છીણ પાથરી તેના પર ઢોકળા મૂકી ને કોથમીર અને લસણ ની ચટણી છાંટી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12017942










ટિપ્પણીઓ (2)