સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર નું છીણ નું પાણી નિતારી લો, પાલક ઝીણી સમારેલી બરાબર ધોઈ ને લો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં ૫ મિનીટ સાંતળી લો. બીટ નું છીણ નું પણ પાણી નિતારી દો. ગાજર પાલક ને બિલકુલ ઠંડા થવા દો. તેમાં કોઈ જ મસાલા ઉમેરવાના નથી.
- 2
દહીં નો મસ્કો, ગાજર પાલક, બીટ બધું જ મિક્સ કરી લો. તેમાં હળદર, હિંગ, મરચું, મીઠું, આદુ નું છીણ ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો.
- 3
લોટ બાંધી ને તેના એક સરખા ચાર લુવા કરી લો. તેને પાટલા પર વણી લો. તેના પર સ્ટફિંગ મૂકી દો. અને બંધ કરી ને ફરી વણી લો.
- 4
નોન સ્ટીક લોઢી પર ઘી અથવા તેલ માં પકવી લો. તૈયાર છે ગરમ ગરમ પરાઠા ચટણી અને માખણ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12089175
















ટિપ્પણીઓ