ચીઝ કોર્ન કબાબ સ્ટીક
#goldenapron3
Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ, બટેટા અને બધા મસાલા તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ મકાઈ અને બટાટા બાફી લો. મકાઈ ના દાણા તૈયાર કરી લો. બટાટા ને મેશ કરી લો.અને ડિશ માં તૈયાર કરી લો. ત્યારબાદ સ્ટીક અને બધા મસાલા તૈયાર રાખો.એક ડિશ માં બધું મિક્સ કરી લો. ચીઝ ને ખમની ને નાંખવું.
- 3
ત્યારબાદ બધું સરખું મિક્સ કરી અને તેમાં થોડુક તેલ નાખી ને કબાબ માટે નો લોટ તૈયાર કરી લો.ફોટા મા છે તેવી જ રીતે લોટ તૈયાર કરવો. ત્યારબાદ તેલ તળવા માટે ધીમા તાપે ગરમ કરવું. તેલ આવે ત્યાં સુધી માં કબાબ તૈયાર કરી લો. આ લોટ ને થેપી ને સ્ટીક માં લગાડી કબાબ સ્ટીક ફોટા મા છે તેવી જ રીતે તૈયાર કરી લો.
- 4
ત્યારબાદ તેલ આવી જાય ત્યારે તેમાં કબાબ ધીમેથી નાખી ને તળી લો.ફોટા મા છે તેવા લાઇટ બ્રાઉન રંગના તળવા. ત્યારબાદ ટામેટા સોસ સાથે તેને સર્વ કરો.મકાઈ ના કબાબ ખાવા મા ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.આ ડિશ ૨૦ કે ૨૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ