રોટલી ની કટલેસ
#goldenapron3
Week 10
Leftover)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઠંડી રોટલી લો. ત્યારબાદ તેના નાના કટકા કરી મિક્ચર માં ક્રશ કરી લો. જીણું ક્રશ કરવાનું.
- 2
ત્યારબાદ ડુંગળી, ટામેટા,મરચાં અને લસણ ની ચટણી નાખી પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ બધા મસાલા તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ રોટલી ના ભુક્કા માં તૈયાર કરેલી પેસ્ટ અને મસાલા તેમજ છાસ ઉમેરી લોટ બાંધો.૨ ચમચી તેલ નાખી સરખું મસળી લો.રોટલી નો લોટ હોય તેવું જ લોટ બાંધવો. ત્યારબાદ કટલેસ તળવા માટે તેલ મૂકો.
- 4
તેલ આવી જાય એટલે કટલેસ ના બીબા માં લોટ રાખી કટલેસ ને સેઇપ આપો.પછી તેલ આવી જાય એટલે તેને ડાર્ક થઈ જાય ત્યાં સુધી ધીમા તાપ પર તળી લો.ફોટા મા દેખાઈ છે તેવી જ ડાર્ક ફ્રાય કરી લો. ત્યારબાદ તેને પ્લેટ માં લઇ ટામેટા સોસ સાથે સર્વ કરો.રોટલી ની કટલેસ ક્રિસ્પી લાગે છે. કટલેસ બનવા માં ૨૫ મિનિટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12215459
















ટિપ્પણીઓ