છોલે કુલચે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી કાબુલી ચણા લય તેને ધોઈ ને 6 થી 7 કલાક માટે થોડું ગરમ પાણી કરી તેમાં પલાળી રાખીસુ.
- 2
ત્યારબાદ આપણે છોલે ની ગ્રેવી તૈયાર કરીશુ.તે માટે લસણ ને ફોલી લયસુ.કાંદા તેમજ ટમેટા ને સમારી લયસુ.ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થયા બાદ તજ,લવિંગ,તમાલપત્ર,મરચા,જીરું,એલચો ઉમેરી ત્યારબાદ કાંદો તથા લસણ ઉમેરી 2 મિનિટ માટે ચળવા દયસુ.ત્યારબાદ તેમાં ટમેટું તેમજ લીલું મરચું ઉમેરી સ્વાદ મુજબ મીઠું,હળદર,મરચું પાવડર ઉમેરી તેને હલાવી તેલ છૂટું પડે ત્યાં સુધી ચળવા દયસુ.
- 3
તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દયસુ.ઠંડુ થયા બાદ મિક્સચર ના એક જાર માં ઉમેરી તેને ક્રશ કરી ગ્રેવી બનાવી લયસુ.તો આ રીતે છોલે ની ગ્રેવી તૈયાર કરીશુ.છોલે માટે ની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.
- 4
6 થી 7 કલાક ચણા પ્લાળ્યા બાદ તેનો દાણો ફૂલી ને મોટો થઈ ગયો હશે.હવે આ ચણા ને કુકર માં બાફી લયસુ.મેં અહીં બાફવા સમયે તેમાં થોડું મીઠું એડ કરેલું છે જેથી ચણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય.
- 5
ત્યારબાદ હવે એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં હિંગ,વઘાર નું મરચું,તમાલપત્ર ઉમેરી આદુ મરચા ની પેસ્ટ એડ કરીશુ.ત્યારબાદ તરત જ ગ્રેવી એડ કરી સાથે એક વાટકી જેટલું પાણી એડ કરીશુ.હવે તેમાં બાફેલા ચણા ઉમેરી બધા મસાલા ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લયસુ.તેમજ ધીમા મધ્યમ ગેસ પર થોડી વાર માટે રહેવા દયસુ જેથી બધા મસાલા અને ગ્રેવી સારી રીતે ચણા સાથે મિક્સ થઇ શકે.
- 6
કુલચા બનાવવા માટે મેંદા ને ચારી તેમાં ખાંડ,સોડા,દહીં, મીઠું,મણ ઉમેરી બરાબર મિક્ષ કરીશુ.ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરી ને લોટ બાંધતા જઈસુ.અહીં આપણે રોટલી ના લોટ જેવો નરમ લોટ તૈયાર કરીશુ.ત્યારબાદ તેને 2 કલાક માટે એક કપડાં માં લપેટી ને રાખી મુકિસી.
- 7
2 કલાક બાદ આ લોટ એકદમ સોફટ બની જાશે. હવે આ લોટ ને થોડી વાર મસળી તેના લુવા તૈયાર કરીશુ.ત્યારબાદ તે લુવા પર કસૂરી મેથી તેમજ તલ ઉમેરી તેને વેલણ વડે વણી લયસુ.
- 8
સાથે આપણે ગેસ પર નોનસ્ટિક તવા ને ગરમ થવા માટે મુકીસુ. તવો ગરમ થઇ જાય એટલે ગેસ ને ધીમો કરી કુલચા ને પાકવા માટે મુકીસુ.કુલચા ને પાકવા માટે વરાળ મળી રહે તે માટે તવા પર કુલચા ની કોર્નર પાસે પાણી છાંટી ઢાંકણું ઢાંકી વરાળ માં થોડી વાર પાકવા દયસુ.જેથી તે એકદમ સોફ્ટ પાકસે. અહીં કુલચા પર મેં બટર લગાવી ને પકાવ્યો છે.આપણે બટર,ઘી અથવા તો તેલ પણ યુઝ કરી શકીએ.
- 9
તો હવે સર્વ કરવા માટે રેડ્ડી છે આપણા છોલે કુલચે.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ