વડાઈડલી

Shital Bhanushali @cook_17754996
સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..
વડાઈડલી
સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રવા ને ૨ કલાક છાસ મા પલાળી દેવો. બટેટા બાફી લેવા.
- 2
હવે પેન ૨ ચમચી જેટલું તેલ મુકીને તેમા રાય ને લીમડો વઘારી ને બાફેલા બટેટા નાખી, મસાલા ને લીંબુ તથા આદુ મરચાની પેસ્ટ નાખી ને મિકસ કરવુ જરૂરી લાગે તો જરા પાણી નાખી ને સોફટ મિક્ષણ કરવુ.
- 3
૫છી ઉતારી ને થોડું ઠંડુ પડે એટલે તેની નાની ટીકી વારી ને તૈયાર કરવી.
- 4
હવે ઈડલી ના ખીરા મા મીઠું, મરી પાઉડર ને સોડા પાઉડર નાખી ને મિકસ કરવુ. પછી તેલ લગાવેલા સ્ટેન્ડ મા અડધુ ભરીને વડા ની ટીકી મુકવી ને માથે પાછુ થોડુ ઢંકાઇ જાય એમ ખીરુ નાખી મરચુ પાઉડર છાટી ને સેટ કરી ને ૫,૭ મિનિટ સુધી સટીમ કરવુ.
- 5
પછી કાઢી ને વચે થી કટ કરી ને ચટણી સાથે સવॅ કરવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12250026











ટિપ્પણીઓ