ફ્રાઈ રોટી ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
આજે બપોરે બનાવેલી રસોઈ માં મારી પાસે થોડી રોટલી અને વઘારેલા કાબુલી ચણા વધ્યા હતા. તો સાંજે તેમાંથી કઈક નવું બનાવા નો વિચાર કરી મેં ફ્રાઈ રોટી ચાટ બનાવી.
- 2
ફ્રાઈ રોટી ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈ માં થોડું તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થઈ જાય એટલે મધ્યમ તાપ પર રોટલી ને તરી લયસુ.રોટલી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તેને તરવાની છે.
- 3
હવે બટેટા,ટમેટા,કાંદો,મરચું,લીલા ધાણા વગેરે સમારી લયસુ.
- 4
હવે એક બાઉલ માં તરેલી રોટલી ના ટુકડા કરીશુ.ત્યારબાદ તેમાં બટેટા,કાંદો,ટામેટું,લીલું મરચું,કાબુલી ચણા એડ કરીશુ.ત્યારબાદ તેમાં ઉપર દહીં, તીખી ચટણી,મીઠી ચટણી,મીઠું, મરચું,ચાટ મસાલો,જીરું પાવડર એડ કરીશુ.
- 5
ત્યારબાદ હવે તેના ઉપર સીંગદાણા,લીલા ધાણા,સેવ ઉમેરી ચાટ ને વધુ ટેસ્ટી બનાવીસુ.
- 6
તો હવે રેડ્ડી છે આપની ટેસ્ટી અને હેલ્ધી ફ્રાઈ રોટી ચાટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12256549















ટિપ્પણીઓ