રાંધવાની સૂચનાઓ
- 1
ઝાગ કોફી બનાવવા માટે સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી લયસુ.
- 2
હવે પહેલા આપણે ચોકો સિરપ બનાવીસુ.તે માટે એક વાસણ માં કોકો પાવડર તેમજ દરેલી ખાંડ લય તેને બરાબર મિક્ષ કરી લયસુ.ત્યારબાદ તેમાં પાણી ઉમેરી તેને બરાબર હલાવી ગેસ પર ગરમ થવા મુકીસુ. હવે તેમાં કોર્ન ફ્લોર એડ કરીશુ જેથી સીરપ ઘટ્ટ બની જાય.સીરપ ઘટ્ટ થયા બાદ ગેસ બંધ કરી સીરપ ને ઠંડુ થવા દયસુ.
- 3
હવે આપણે કોફી બનાવવા ની તૈયારી કરીશુ.તે માટે ખાંડ,પાણી તેમજ કોફી ને એક બોટલ માં ભરી તેને એકદમ હલાવીસુ.જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી બોટલ ને હલાવતા રયસુ.
- 4
ત્યારબાદ તેને કોફી કપ માં કાઢી લયસુ. ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ એડ કરીશુ.
- 5
અને સૌથી છેલ્લે હવે તેના પર ચોકો સીરપ વડે ડિઝાઇન બનાવીસુ.તો હવે રેડ્ડી છે આપની કેફે ટાઈપ ઇન્સ્ટન્ટ ઝાગ કોફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12272279
















ટિપ્પણીઓ