મોર્નીંગ ટી કોફી વિથ લવ (Morning Tea Coffee Recipe In Gujarati)

મોર્નીંગ ટી કોફી વિથ લવ (Morning Tea Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રીન ટી બનાવવા માટે એક તપેલીમાં પાણી ખાંડ ચા ની ભૂકી ફુદીનાના પાન અને આદુ ક્રશ કરી ઉકાળો ત્યારબાદ તેમાં બે થી ત્રણ વાર ઉભરો આવે એટલે ગેસ બંધ કરી થોડું ઠરવા દેવું જેથી લીંબુ નીચોવી એ તેના સત્વ જળવાઈ રહે અને 1 ચમચી મધ ઊમેરી થોડું ગરમ પણ પી શકાય છે અને ઠંડું કરીને ભાવે તો તેમ પણ પી શકાય છે વેઇટલૉસ માટે બેસ્ટ ટી છે
- 2
રેગ્યુલર ચા બનાવવા માટે એક તપેલામાં દૂધ ખાંડ ચા ની ભુકી પાણી મસાલો ફુદીનાના પાન વગેરે ઉમેરી બે થી ત્રણ વાર ઉભરો આવે એટલે તમારી ચા તૈયાર
- 3
સૌ પ્રથમ એક તપેલામાં દુધ ખાંડ અને કોફી નાખી એક વાર ઉભરો લાવો હવે તેને હલાવતા રહેવું નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હવે તેમાં બોનવીટા ઉમેરી હલાવો ત્યારબાદ એક ગ્લાસમાં ચોકલેટ સીરપ ફરતે લગાવી દો નીચે મુજબ હવે તેમાં કોફી રેડી દો તો તૈયાર છે ચોકલેટ કોફી
- 4
હવે આ બધાને એક ટ્રેમાં સરસ રીતે સજાવો અને રવિવાર સવારે hubby માટે લવ અને હેપી મૂડ લાવો સાથે તેમના માટે એક લવનોટ પણ લખો
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ