ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)

#goldenapron3
Week 9
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3
Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકૂ ને ધોઈ ને તેના ટુકડા કરી લો. ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરી લો. બટર,ચીકુ ના ટુકડા, ચોકલેટ સોસ,દૂધ,ડાર્ક ચોકલેટ,ખાંડ,બરફ ના ટુકડા અને ગ્રીક યોકર્ડ.ગ્રીક યોકર્ડ એટલે ઘણા લોકો ને ખ્યાલ નથી આવતો કે ગ્રીક યોકર્ડ એટલે શું. તો અહી ગ્રીક યોકર્ડ મે ઓપ્શન માં રાખ્યું છે. ગ્રીક યોકર્ડ ના બદલે મે અહી બટર નો ઉપયોગ કર્યો છે.ગ્રીક યોકર્ડ એટલે દહીં ને ૪ થી ૫ કલાક ફ્રીજ કરી તેને ગાળી લેવાનું.પાણી બધું નિતારી લેવાનું,એટલે ગ્રીક યોકર્ડ તૈયાર થઈ જશે.
- 2
ત્યારબાદ બધી સામગ્રી મિક્ષ્ચરમાં નાખી ને ક્રશ કરી લેવું. ત્યારબાદ તે ફોટા મા છે તેવું જ ઘટ્ટ અને સ્મૂથ લાગશે.ચીકુ શેક ઘ્ટ્ટ હોય છે,પણ સમૂધી માં થીકનેસ વધુ રાખવાની અને બટર ના લીધે તે સોફ્ટ બને છે. ત્યારબાદ ગ્લાસ માં ચોકલેટ સોસ થી ગ્લાસ માં કોર્નર માં ચોકલેટ સોસ ઝિક્ઝેક લાઈન કરવું.
- 3
ત્યારબાદ તૈયાર કરેલી સ્મૂધી ગ્લાસ માં સર્વ કરો.સ્મૂધી ગ્લાસ માં તૈયાર કરી ડાર્ક ચોકલેટ થી અને ચોકલેટ સોસ થી ગાર્નિશ કરો. સ્મૂધી માં બટર નાખવાથી તે સ્મૂધ બને છે. આ ચીકુ ચોકલેટ નું કોમ્બિનેશન ટેસ્ટ માં ડીલીસીયસ લાગે છે.અહી મે કંઈક અલગ રીતે જ આ કોમ્બિનેશન કરીને આ સ્મૂધી તૈયાર કરી છે.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ