ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આજે ડિનર માં મેં બપોરે વધેલા ભાત ના ભજીયા બનાવ્યા જે એકદમ ટેસ્ટી બન્યા. તો તેના માટે સૌ પ્રથમ આપણે કાંદો,મરચું,કોબી,લીલા ધાણા સમારી લયસુ.તેમજ આદુ,મરચા,લસણ ની પેસ્ટ તૈયાર કરીશું.
- 2
ત્યારબાદ એક વાસણ માં ભાત લય તેમાં આ સામગ્રી મિક્સ કરીશુ.ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરીશુ.
- 3
હવે તેમાં ચણા નો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લયસુ.
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.થોડું તેલ ગરમ થયા બાદ 2 ચમચી જેટલું તેલ ભજીયા માટે તૈયાર કરેલ ખીરા માં નાખી તેને બરાબર મિક્ષ કરીશુ.જેથી ભજીયા સોફ્ટ બને.
- 5
હવે એકદમ તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં ભજીયા ને તરવા માટે મુકીસુ.અને ગેસ નો તાપ મધ્યમ કરી દયસુ.તેને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તરવા ના છે.
- 6
તો હવે રેડ્ડી છે ભાત ના ભજીયા જેને આપણે ચટણી સાથે સર્વ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12334447












ટિપ્પણીઓ