પકવાન ચાટ (Pakwan chat Recipe in Gujarati)
#goldenapron3
Week 8
#ઘઉં#
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ચાટ તો આપને બનાવતા જ હોઈ પરંતુ અહીંયા મેં કંઈક અલગ જ રીતે પકવાન ચાટ તૈયાર કર્યો છે. પકવાન નો લોટ બાંધવા માટેની સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ બધી સામગ્રી મિક્સ કરી પકવાન નો લોટ બાંધી અડધી કલાક રેસ્ટ આપો. અડધી કલાક રેસ્ટ અપાઈ જાય ત્યારબાદ ફોટામાં છે તેવો જ લોટ તૈયાર થશે.પકવાન નો લોટ પરોઠા લોટ થી જડો બાંધવો.
- 2
ત્યારબાદ પકવાન ને વણી લો.પકવાન ને બને ટેલતું આછું વણવું. વનાય જાઈ ત્યારબાદ તેમાં કાંટા ચમચી થી કનાં કરી લેવા.
- 3
ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં પકવાન ને ધીમા તાપે તળી લો.ડાર્ક બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.
- 4
પકવાન તૈયાર થઈ જાય પછી બધા મસાલા તૈયાર કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં એક પકવાન રાખી તેના પર સૌપ્રથમ લસણની ચટણી અને લીલી ચટણી લગાડો ત્યારબાદ તેના પર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટમેટા ઉમેરો ત્યારબાદ તેના પર મીઠું,ખાંડ નો પાઉડર અને ઓરેગાનો ઉમેરો ત્યારબાદ પકવાન ચાટ ને ચીઝ થી ગાર્નીશ કરો. તો લો તૈયાર થઈ ગયા પકવાન ચાટ.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)