કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)

Falguni Solanki @cook_20625423
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ નાખવી, ત્યાર પછી તેની છાલ ઉતારી તેને ખમણી થી ખમણ કરી લેવું. પછી તેમાં હળદર અને મીઠું નાખી ચોરી ને અડધો કલાક રહેવા દેવું.
- 2
પછી તેને લાડવો વાળી ખમણને એકદમ નીચવી લેવું, એટલે તેમાંથી ખાટું પાણી નીકળી જશે. ત્યારબાદ તેમાં લસણ ને ખાંડીને તેમાં નાખી દેવું.
- 3
ત્યાર પછી તેમાં એક પછી એક મસાલા એડ કરવા. સૌપ્રથમ તેમાં રાઈના કુરિયા, ખાંડ, લાલ મરચું પાવડર, હિંગ, તેલ, અને સ્વાદ અનુસાર નમક નાખી ખમણ ને હલાવી લેવું. ટેસ્ટમાં વધારે તીખું બનાવવા માટે આપણે તેમાં આચાર મસાલા નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
- 4
તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું તાજે તાજુ instant લસણ વાળું અથાણું. જેને આપણે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકીએ છીએ. અને લસણ તો સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12589221













ટિપ્પણીઓ