કાચી કેરીનું શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. પછી કાચી કેરીના કટકા કરી મિક્ચરર જાર માં ક્રશ કરી લો. કેરીના કટકા અને સંચળ પાવડર બંને ભેગું કરી ક્રશ કરવું. ક્રશ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી પાછું ફરી એકવાર ક્રશ કરી લેવું.
- 2
ત્યારબાદ ક્રશ કરેલ કેરીના રસને એક બાઉલમાં કાઢી તેમાં થોડું પાણી એડ કરવું ત્યારબાદ તેને ગાળી લેવું. ત્યારબાદ એક તપેલી લઈ તેમાં ખાંડ નાખી ખાંડ ની અંદર થોડું પાણી ઉમેરવું અને તેને ધીમા ગેસ પર ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.
- 3
ખાંડ ઓગળી ગયા બાદ તેમાં કાચી કેરીનું જે ક્રશ કરેલો રસ છે તે ઉમેરવો. ત્યારબાદ થોડુંક ઉકળે પછી તેમાં ગ્રીન ફુડ કલર ઉમેરો.
- 4
ત્યારબાદ ઉપર જે સફેદ કલરનું પાણી જેવું દેખાય છે તે ચમચા વડે કાઢી નાખવું. ત્યારબાદ ભીમા ગેસ પર ફોટામાં દેખાય છે તેવું જ ઘાટું થાય ત્યાં સુધી ઊકળવા દેવું.
- 5
તમે ફોટામાં જોઈ શકો છો કેટલું જાડો કાચી કેરીનો રસ છે. ત્યારબાદ આ કાચી કેરીના રસને થોડું ઠંડુ થવા દો ત્યારબાદ તેને ચોકલેટ ના મોલ્ડમાં નાખી ફ્રીજમાં સેટ થવા મૂકો ફ્રીજ માં સેટ થઇ જાય ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો.
- 6
ત્યારબાદ એક તપેલીમાં આ ફ્રીજમાં સેટ કરેલી ક્યૂબેસ લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી અને થોડા બરફના ટુકડા ઉમેરી ક્રશ કરી લો. તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત.કાચી કેરીનુ શરબત બધા બનાવતા જ હોય પરંતુ આમે નવી જ રીતે કાચી કેરીનુ શરબત બનાવ્યું છે. આ રીતે કાચી કેરીનું શરબત બનાવશો તો તમે કાચી કેરીનું શરબત ઉનાળાની સીઝન પૂરી થઈ જાય પછી પણ તમે બનાવી શકો છો.આ ક્યુબેસ તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેથી કોઈપણ સિઝનમાં તમે આ કાચી કેરીનુ શરબત બનાવી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)





















ટિપ્પણીઓ (4)