ભુંગળા બટેટા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને ધોઈ બાફી લો પછી બાફેલા બટેટાને નાના કટકા કરી લો અને બધી સામગ્રી તૈયાર કરો. અહીં અમે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તેથી તેના બે ભાગ કર્યા છે. તમે નાના બટેટા પણ લઈ શકો છો.
- 2
ત્યારબાદ ધોરાજી નો લાલ મસાલો લઈ તેમાં થોડું પાણી ઉમેરો અને તેમાં મીઠું અને ચણાનો લોટ તેમજ ખાંડ ઉમેરો ત્યારબાદ તેને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી બેથી પાંચ મિનિટ હલાવો એટલે પેસ્ટ તૈયાર થઇ જશે. ત્યારબાદ લસણીયા બટેટા બનાવવા માટે થોડું તેલ મૂકો પછી આ તેલ આવી જાય એટલે તેમાં આ પેસ્ટ નાખી દો.
- 3
ત્યારબાદ એકદમ સોટડાએ જાય એટલે એમાં બટેટા ઉમેરી દો તો તૈયાર છે આપણા પ્રખ્યાત ધોરાજીના ભુંગળા બટેટા. અહીંયા મેં થોડો ચણાનો લોટ નો ઉપયોગ કર્યો છે ચણાના લોટ નાખવાથી ટેસ્ટ સારું આવે છે. જો આ રીતે ભૂંગળા બટેટા બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતથી જો બનાવશો ખૂબ જ સહેલું પડશે બનાવવામાં.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ