આલુ નૂડલ્સ બોલ (Potato Noodles Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી ની મદદ થી એકસરખું છીણી લો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી તેમજ કેપ્સીકમ, આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવું..ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો,કોથમીર સમારેલી,તેમજ લીંબુ નીચવી સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી દેવું..
- 2
હવે બધું મિક્સ કર્યા બાદ તેમાં એક વાટકી ચોખા નો લોટ નાખી બરાબર મિક્સ કરી દેવું..
- 3
હવે તેના મીડિયમ સાઇઝ ના બોલ્સ બનાવી દેવા..હવે બીજી બાજુ એક વાટકા માં મેગી મસાલો તેમજ મેંદો નાખી તેમાં ટેસ્ટ કર્યા બાદ મીઠું નાખી પાણી વડે બોલ્સ ડીપ થઈ એ રીતે ખીરું તૈયાર કરવું..બો જાદુ પણ નઈ અને પાતળું પણ નઈ...
- 4
હવે એક પેન માં તેલ મૂકી તેને ગરમ કરવા મૂકવું..હવે બોલ્સ ને ખીરા માં ડીપ કરી મેગી ના ભૂકા માં કોટિંગ કરી તેને તળી નાખવું...
- 5
હવે તે ગુલાબી રંગ ના થઈ જાય તે રીતે તડવું..અને તેને ટિસ્યુ પેપર પર કાઢી નાખવું...તો તૈયાર છે આલુ નૂડલ્સ બોલ....
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (5)