ભરેલા મરચા (stuffed chilli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 7 થી 8 લીલા મોટા મરચા લયસુ.તેને ધોઈ ને બરાબર કોરા કરી લયસુ.
- 2
હવે તેમાં ઉભા કાપા કરીશુ અને તેમાં થી બી કાઢી લયસુ જેથી અંદર મસાલો ભરી શકાય.
- 3
હવે એક વાસણ માં બેસન લય તેમાં ખાંડ,મીઠું,ગરમ મસાલો,ધાણાજીરું, લીલાધાણા આબધા મસાલા ઉમેરીસુ.
- 4
હવે તેમાં થોડું તેલ ઉમેરી આ બધા મસાલા ને લોટ સાથે બરાબર મિક્સ કરીશુ.અને આ મસાલો મરચા માં ભરી લયસુ.
- 5
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ વડે વધાર કરી,હિંગ ઉમેરી,મરચા એડ કરીશુ.
- 6
હવે તેના પર એક થાળીમાં થોડું પાણી મૂકી ઓજ પર તેને ચડવા દયસુ.મરચા પોણા ભાગ ના ચડી જાય પછી તેમાં વધેલો લોટ એડ કરી થોડું પાણી ઉમેરી તેને બરાબર ચડવા દયસુ.
- 7
તો હવે રેડ્ડી છે આપણા ભરેલા મરચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814306












ટિપ્પણીઓ (8)