વેજ. ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe In Gujarati)

Unnati Rahul Naik @cook_19918949
વેજ. ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ઉકાળવું અને એક ચમચી તેલ નાખી પાસ્તા નાખી ધીમા આંચે ચડવા દેવા..પાસ્તા હાથ થી તૂટે એટલા જ ચડવા દેવા.વધારે બાફવા દેવા નહિ...
- 2
હવે એક ચારની માં કાઢી લઈ.ઉપર ઠંડુ પાણી રેડવું.જેથી પાસ્તા વધારે બફાઈ નહિ..ટર્બદ તેમાં એક ચમચી તેલ નાખી બરાબર હળવા હાથે હલાવી દેવું...
- 3
હવે એક પેન માં બટર નાખી તેની અંદર આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી..
- 4
હવે તેમાં મકાઈ, ડુંગળી, કેપ્સીકમ નાખી તેને સાંતળી દેવું..હવે શાકભાજી સંતળાઈ જાય થરબદ તેમાં પાસ્તા મસાલો અને ચીલી સોસ અને ટોમેટો કેચઅપ, તેમજ સ્વાદ મુજબ મીઠું નાખવું...
- 5
હવે તેમાં ઓરેગાનો નાખી દેવો..અને છીણેલી ચીઝ નાખી દાઈ બરાબર મિક્સ કરી દેવું. ત્યારબાદ તેને ગરમ ગરમ સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12824971
















ટિપ્પણીઓ (11)