વેજ પુલાવ(veg pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી ચોખા ને ધોઈ ને અડધો કલાક માટે પલાળી દયસુ.
- 2
હવે બધા શાકભાજી ને ધોઈ ને સમારી લયસુ.
- 3
ત્યારબાદ એક તપેલી માં 2 પાવડા તેલ ગરમ થવા માટે મુકીસુ.તેલ ગરમ થાય એટલે રાઈ,જીરું એડ કરી વઘાર ના મરચા,તમાલપત્ર,લીમડો તેમજ હિંગ તેમજ ચપટી હળદર ઉમેરી વઘાર કરીશું.ત્યારબાદ તેમાં એક લોટા જેટલું પાણી તેમજ બટેકા અને વટાણા એડ કરીશુ.ત્યારબાદ તેને ઉકળવા દયસુ.
- 4
હવે તેમાં કોબી,રીંગણાં એડ કરી ને થોડી વાર ચડવા દયસુ.
- 5
હવે ચોખા પલાળેલા છે તેનું પાણી કાઢી ને ચોખા ને એડ કરીશુ સાથે થોડું પાણી એડ કરીશુ.સાથે ટમેટુ અને લીલા મરચા પણ એડ કરીશુ.ત્યારબાદ બધો મસાલો એડ કરીશુ.
- 6
હવે આ બધું હલાવી ને બરાબર મિક્ષ કરી લયસુ.અને ધીમા તાપ પર ચોખા ને 20 મિનિટ જેટલું ચડવા દયસુ.
- 7
હવે ભાત નું બધું પાણી સોસાય જાય અને ચોખા નો દાણો ફૂલી જાય એટલે આપણા ભાત તૈયાર છે.હવે ઉપર ધાણા ઉમેરીશું.
- 8
તો સર્વ કરવા માટે રેડ્ડી છે આપણા ટેસ્ટી વેજીટેબલ પુલાવ.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (2)