બટેટા ની ચીપ્સ ના લસણીયા ભજીયા(bataka ni chips lasaniya bhajiya in Gujarati

બટેટા ની ચીપ્સ ના લસણીયા ભજીયા(bataka ni chips lasaniya bhajiya in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી બનાવવા માટે:- છાશ અને મીઠું સિવાય બધી જ સામગ્રી મિક્સર માં ક્રશ કરી લો પછી તેમાં છાશ નાખી દો.
- 2
હવે એક બાઉલમાં બેસન લઈ તેમાં મીઠું સોડા નાખી દો અને સોડા ની ઉપર લીંબુનો રસ નાખી દો.હવે તેની પર સહેજ ગરમ કરેલું તેલ નાખી દો અને થોડું થોડું પાણી નાખી ને ભજીયા બનાવવા માટે નું ખીરું તૈયાર કરો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં પાંચ થી છ ભજીયા ઉતારી લો. હવે આ ભજીયા મિક્સરમાં ક્રશ કરી લો અને તેને ચટણી ના મિશ્રણ માં નાખી દો ચટણી થોડી પાતળી રાખવી હવે જો જરૂર લાગે તો મીઠું નાખી દો.
- 4
આ ચટણી ભજીયા સાથે ખાવા ની જગ્યા એ પીવાની હોય છે ખૂબ મજા આવશે.
- 5
હવે બટેટા ને છોલી તેની ચિપ્સ બનાવી લો પછી એક ચિપ્સ લઈ તેની પર લસણની ચટણી લગાવી બીજી ચિપ્સ તેના પર રાખી દબાવી દો. આમ બધીજ ચિપ્સ તૈયાર કરો
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ભજીયા ના ખીરા માં એક એક તૈયાર કરેલી ચિપ્સ બોળી ને તેલમાં તળી લો.ગેસ નો તાપ સહેજ ધીમો રાખવો.
- 7
હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.... લસણની ચટણી માં થોડું મીઠું નાખવું.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)