સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા શાક માટે બટેકા ને નાની સાઇઝ માં સમારી લઇશુ અને તેમાં મરચા ના કટકા તથા લીમડો ઉમેરશુ.સાબુદાણા ને ૩ કલાક પલાળી ને પાણી માંથી કાઢી લઈશું એક ડિશ માં ખીચડી માટે ટામેટાં, મરચા,આદુ લીમડો અને સૂકું મરચું તૈયાર કરશું
- 2
સૂકા શાક માટે કૂકર માં તેલ નાખી ગરમ થાય એટલે જીરું ઉમેરસૂ અને બટેકા મરચા લીમડો મીઠું મરચા પાઉડર અને થોડું પાણી ઉમેરી દેશું.ધીમા તાપે બે સીટી વગાડી લઈશું
- 3
હવે સાબુદાણા ની ખીચડી માટે એક નોનસ્ટિક લોયા માં તેલ મૂકી જીરું નાંખવું તે તતડે એટલે ટમેટું,મરચું આદુ,સૂકું મરચાં અને લીમડા ના પણ ઉમેરવા.તેમાં બટેકા નું સૂકું શાક ૨ ચમચા ઉમેરી ને દળેલી ખાંડ,મીઠું, સંચર,મરચા પાઉડર,મરી પાઉડર અને કોથમીર ઉમેરી ને સાતારી લેવું
- 4
ત્યાર બાદ પલાળેલા કોરા કરેલ સાબુદાણા ઉમેરી હલાવવું અને બન્ને માં કોથમીર છાંટવી બસ તૈયાર છે સાબુદાણા ની ખીચડી તથા બટેકા નું સૂકું શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ