વેજીટેબલ હાંડવો
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા નો લોટ અને ચણા લોટ ને મિક્સ કરી તેમાં ખાટી છાસ ઉમેરી ૭-૮ કલાક માટે આથો આપવો. આથો આવી ગયા બાદ તેમાં સાજી ના ફૂલ ઉમેરવા.
- 2
બધું જ શાક સુધારી લેવું. રાઈ, જીરું, તલ, ધાણા થી વઘાર કરવાનો.
- 3
હવે બધું જ શાક આથો આવી ગયેલ મિશ્રણ માં મિક્સ કરો.
- 4
હવે એક તપેલા માં તેલ ગરમ કરવા મુકો રાઈ, જીરું, હિંગ, લીંબડો નાખી દો.
- 5
હવે તૈયાર કરેલા મિશ્રણ ને વઘાર માં ઉમેરીદો. હવે તેને એક ડીશ વડે ઢાંકી દો ૩૦ -૩૫ મિન્ટ પછી તૈયાર હશે હાંડવો.હાંડવા ને સોસ, ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12918355










ટિપ્પણીઓ