રીંગણ ભડથું (ringan bhadthu in Gujarati recipe)
#માઈઈબુકપોસ્ટ 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણાને કાપા પાડીને ચેક કરો ત્યારબાદ તેલ ચોપડી રીંગણા શેકવા ની લોઢી પર શેકાવા મૂકો તેની સાથે ડુંગળી ટામેટા મરચા બધું જ તેલ ચોપડીને શેકવા મૂકી શકાય
- 2
બધું શેકાઈ ગયા પછી તેની છાલ ઉતારી જીણું સમારી લો અને રીંગણાનો માવો બનાવો
- 3
હવે એક લોયામાં તેલ લઇ લસણ આદુ મરચા સાંતળો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો ત્યારબાદ ટામેટા નાખીને ચઢવા દો બધો મસાલો કરો ત્યારબાદ રીંગણ નો માવો મિક્સ કરી હલાવો
- 4
શિયાળામાં લીલી ડુંગળી લીલું લસણ લેવાતો હોય છે પણ અત્યારે મળતો નહીં હોવાથી સુકુ લીધેલો છે
- 5
કોથમીર નાખી હલાવી મિક્સ કરો અને આદુ ની કતરણ થી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12999239




ટિપ્પણીઓ