ખજૂર બદામ ચોકલેટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટકો માં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી લો. ત્યારબાદ એક ચમચી ઘી મૂકો અને બદામ શેકી લો.
- 2
ત્યારબાદ ચોકલેટ કમ્પાઉન્ડ ડબલ બોઈલર ની પદ્ધતિથી મેલ્ટ કરી લો. મેલટ કરવા માટે ધીમા ગેસ પર થોડું પાણી મૂકી તેના પર ચોકલેટ કમ્પાઉન્ડ ભરેલો બાઉલ રાખી ધીમે ધીમે ચોકલેટ મેલ્ટ કરો. ત્યારબાદ ખજૂરની પેશી ને લઈને ખજૂરની પેશી ખોલી તેના વચ્ચેના ભાગમાં શેકેલી બદામ મૂકો. બદામ મુકાઈ જાય ત્યારબાદ તેને પેક કરી લો.
- 3
આવી રીતે બધીબદામને ખજૂર ની અંદર કવર કરી લો. ત્યારબાદ મેલ્ટ કરેલી ચોકલેટમાં આ બધી તૈયાર કરેલી પેશીઓ નાખી દો. ચમચીની મદદથી તેને ચોકલેટનું કોટિંગ કરી લો.
- 4
ત્યારબાદ પ્લાસ્ટિક બેગને એક નાની ડીશમાં લઈ એ ડીસને પ્લાસ્ટિક થી કવર કરી લો ત્યારબાદ આ બધી તૈયાર કરેલી ચોકલેટ તેમાં મૂકો પછી તેને દસથી પંદર મિનિટ ફ્રીજમાં સેટ થવા મૂકો.
- 5
ચોકલેટ સેટ થઈ જાય ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં લઈ તેને ચોકલેટ સોસ થી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે આપણી ખજૂર બદામ ચોકલેટ. સ્વાદ માં ખૂબ જ યમ્મી લાગે છે. કંઈક અલગ જ રીતે આ ચોકલેટ ને પ્રસ્તુત કરી છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો આ ચોકલેટ. નાના બાળકોને પણ ખુબ જ પસંદ આવે છે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (5)