રીંગણા નો ઓળો(rigan olo recipe in Gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
રીંગણા નો ઓળો(rigan olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને ધોઈ ને લુછી લો પછી તેમાં છરી વડે ટોચા પાડી દો પછી તેલ વાળો હાથ કરી રીંગણા ને ફેરવી લો પછી તેને ગેસ પર શેકી લો.ઠંડા થવા દો પછી તેની છાલ ઉતારી લો અને છુંદી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો પછી આદુ અને મરચા નાખી દો બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી દો અને બરાબર ચાર થી પાંચ મિનિટ સુધી સાંતળો
- 3
હવે તેમાં લસણની પેસ્ટ નાખી દો અને સાંતળી લો પછી તેમાં ટામેટાં નાખી દો અને બરાબર મિક્સ કરો અને પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો હવે તેમાં બધા મસાલા નાખી દો પછી અડધો કપ જેટલું પાણી નાખી ને ઉકળવા દો
- 4
હવે તેમાં રીંગણા નો છુંદો નાખી દો અને બરાબર મિક્સ કરો અને ઢાંકણ વડે બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી દો
- 5
હવે તેમાં કોથમીર નાખી દો અને એક સર્વિગ પ્લેટમાં કાઢી બાજરા ના રોટલાા અથવા રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124381



ટિપ્પણીઓ (10)