કચોરી(kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો અને ઘઉંનો લોટ લઈ તેમાં નમક અને તેલ નાંખીને ડો તૈયાર કરવો.
- 2
મેગી નૂડલ્સ અને વટાણા લઈ તેને બોઇલ કરી લેવા પછી પાણી નીતારી લેવું. ત્યારબાદ ડુંગળી અને કોબી ઝીણું સમારી લેવું તેમજ આદું છીણી લેવુ, મરચું અને કોથમીર સમારવા અને કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરૂં, નમક લેવા.
- 3
તેલ ગરમ કરી તેમાં ડુંગળી, કોબી,આદું, અને મરચું નાંખી ફ્રાય કરવા. તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરૂં, નમક નાંખવુ. પછી મેગી નૂડલ્સ અને વટાણા નાંખવા અને મેગીનો મસાલો નાખીને મીક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ ડો માંથી નાનો લુવો લઇને વણી તેમાં તૈયાર કરેલ મસાલો ભરવો.
- 5
અને બધી બાજુએથી વાળી લેવું અને હાથથી થોડું પ્રેસ કરી લેવું.
- 6
અને બીજા શેઇપમાં રાઉન્ડ કચોરી બનાવી લેવી અને તેલમાં નાંખીને તળી લેવી. તો તૈયાર છે ગરમાગરમ મેગી નૂડલ્સ સ્પાઇસી કચોરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136521





















ટિપ્પણીઓ (6)