કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati)

કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં તેલ લઇ તેમાં બધા જ ખડા મસાલા નાખવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળવી. પછી તેમાં આદુ, મરચા, લસણ, ની પેસ્ટ નાખી ડુંગળી ને બ્રાઉન રંગ ની થવા દેવી.
- 2
ત્યારબાદ તેમાં ટામેટા નાખી ઢાંકી ને ચડવા દેવા.તેમાં મીઠુ, મરચું નાખી ને ઉતારી ઠંડુ થવા દેવું.ઠંડુ થાય પછી તેની ગ્રેવી બનાવી લેવી.
- 3
પનીર માં મરચું, મીઠું અને લીંબુ નાખી મેરીનેટ કરવા મૂકવું 10 મિનિટ.ત્યારબાદ કેપ્સિકમ અને ડુંગળી ને ડાઇસ માં કટ કરી લેવા.અને તેલ માં સાંતળી લેવા.
- 4
ત્યારબાદ વાસણ માં તેલ લઈ તેમાં તજ, તમાલપત્ર નાખી આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખવી. પછી તેમાં ગ્રેવી નાખવી. તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ, મલાઈ નાખી ને ગ્રેવી ને ઘટ્ટ થવા દેવી.
- 5
ત્યારબાદ તેમાં સાંતળેલા વેજીટેબલ અને પનીર નાખવા અને થોડીવાર ઢાંકી ને થવા દેવું.
- 6
ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)