ખાંડવી(khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું અને હળદર નાખો.
- 2
હવે આપણે લોટ માં છાશ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
મિશ્રણ માં બ્લેન્ડર ફેરવો.હવે આપણે લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ બનાવી ને મિશ્રણ માં ઉમેરવાની છે.
- 4
આ મિશ્રણ ને ગેસ પર ગરમ કરવા મૂકો. ગેસ ધીમો રાખ વાનો છે.
- 5
જ્યાં સુધી મિશ્રણ ગટ્ટ ના થાય ત્યાં સુધી એકધારું હલાવતા રહેવું. લોટ મગ ગઠા ના પાડવા જોઈએ. તેનું ધ્યાન રાખવું.
- 6
હવે આપડે થાળી કે ત્રાસ ને વાસણ હોય તેમાં બન્ને બાજુ તેલ લગાવી તૈયાર રાખી શું. જેથી ખાંડવી ફટાફટ પાથરી શકીએ.
- 7
ખાંડવી ના લોટ ને ચમચા વડે તેલ લગાવેલથાળીમાં પાથરીસુ. હવે થાળી ની બીજી તરફ લોટ ને ચમચા વડે પાથરસુ. લોટ જે પ્રમાણે હોય તે મુજબ આપણે લોટ ને પાથરવો પડશે. બધામાં ખાંડવી પથરાય જાય એટલે તેમાં ચાકુ વડે ચીરા પડીસુ. ચીરા પડ્યા બાદ ફટાફટ તેના રોલ કરીસુ. બધા રોલ ને એક ડિશ માં લઈ લો. હવે આપણે ખાંડવી નો વઘાર કરીશું.
- 8
- 9
એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે ત્યારે તલ નાખો. હવે તલ ફૂટે ત્યારે ચપટી હિંગ નાખી બનાવેલી ખાંડવી માં ચમચી થી વઘાર રેડીસુ. ખાંડવી ઉપર કોથમીર ભભરાવો. અને કોપરાનું છીણ નાખો. રેડી છે ખાંડવી.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ