મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)

Sangita Shailesh Hirpara @sangita2703
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લો. હવે બાફેલા બટાકાને મેશ કરી લો. પછી તેમાં કોથમીર, ગરમ મસાલો,ધાણાજીરું,સેઝવાન ચટણી, ઝીણી સમારેલ ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, ખાંડ,તલ અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.
- 2
હવે બ્રેડ લો અને તેના પર ચમચીની મદદથી મસાલો લગાવી તેના ઉપર બીજી બ્રેડ મૂકી દો. અને તેના ચાર કટકા કરી લો. અને કેરી ની ચટણી બનાવો.
- 3
હવે ચણાના લોટમાં ઘઉંનો લોટ, મેંદો મીઠું,મરીનો ભૂકો,હળદર,લાલ મરચું પાઉડર, લસણની ની પેસ્ટ નાખીને મિક્સ કરી લો. પછી તેમાં પાણી ઉમેરતા જાવ અને લમ્સ ન રહે તેવું પાતળું ખીરું તૈયાર કરો. હવે બ્રેડ ને ખીરામાં બોળીને તેને તેલ માં ડીપ ફ્રાય કરો.હવે આ ગરમા-ગરમ બ્રેડ પકોડા ને કેરીની ચટણી કે ચા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198917










ટિપ્પણીઓ (2)