સ્ટફ ગાર્લિક બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાર્લિક બ્રેડ બનાવવા માટેનો લોટ તૈયાર કરવા માટે દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ એક તપેલીમાં બધું મિશ્રણ મિક્સ કરો.
- 2
બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે એક સરસ લોટ તૈયાર થઇ જશે પછી તેને એક પ્લાસ્ટિક બેગ કવર કરી ઉપર થાળી ઢાંકીને કવર કરી લો. ત્યારબાદ તેને એક ગરમ જગ્યા પર મૂકી દીધો. સાથી આઠ કલાક આ લોટને ગરમ જગ્યા પર રાખો ફોટામાં જોઈ શકો છો કે જ્યારે સાતથી આઠ કલાક છે લોટ જોઈએ તો લોટમાં સરસ આથો આવી જશે.
- 3
લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ સ્ટફિંગ માટે ઘટકો માં દર્શાવ્યા પ્રમાણેની સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ બટન ને ઓગાળી તેની અંદર લસણની પેસ્ટ ઓરેગાનો ઉમેરો.
- 4
ત્યારબાદ એક મોટો લૂઓ લઈ ગોળ રોટલી વણી લો ત્યારબાદ તેના પર બટર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ વાળું લેયર લગાડો. ત્યારબાદ વચ્ચેના ભાગમાં મકાઈ ડુંગળી અને ધાનાભજી નું સ્ટફિંગ કરો. ઉપરથી ખમણેલું ચીઝ ઉમેરો.
- 5
ત્યારબાદ રોટલી ને પેક કરી લો પેક કર્યા બાદ ફોર્ક ની મદદથી કિનારી પેક કરી લો. ત્યારબાદ આ બ્રેડ પર બટર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લગાડો.
- 6
ત્યારબાદ ચપ્પુની મદદથી આછા એવા કટ આપો. ત્યારબાદ આ બ્રેડ અને એક પ્લેટમાં કાઢી લો.ત્યારબાદ ધોકલિયા ની અંદર રેતી ઉમેરી તેની પર કાથો મૂકો. તેની ઉપર આ તૈયાર કરેલી બ્રેડ મૂકો. 45 મિનિટ સુધી આ બ્રેડને બેક થવા દો.
- 7
તો તૈયાર છે આપણી સ્ટફ ગાર્લિક બ્રેડ. જો આ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી બનશે.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ