પાત્રા (patra in gujarati recipe)

#સુપરસેફ3
વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે..

રાંધવાની સૂચનાઓ
- 1
.
અળવી ના પાન ને ધોઈ કોરા કરી નસો કાપી,બારીક સમારી લેવા....
એક બાઉલ માં 100 ગ્રામ ચણા નો લોટ,50 ગ્રામ ઢોકળાનો લોટ,50 ગ્રામ જવ નો લોટ લઈ તેમાં 1 ચમચી મીઠું,1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર,1/4 ચમચી ગરમ મસાલો,1 ચમચી લસણની પેસ્ટ,2લીલા મરચા ની પેસ્ટ,ઝીણી કોથમીર,1લીંબુ નો રસ 1/2 ચમચી અજમો અને 1/4 ચમચી હિંગ એડ કરી સમારેલા અળવીના પાન નાખી ખીરું તૈયાર કરો. - 2
હવે ખીરા માં 1/4 ટી ચમચી સોડા નાખી હલાવી ગ્રીસ કરેલી થાળી માં પાથરી 30 મિનિટ સ્ટીમ કરી લો...
- 3
💐પાત્રા સ્ટીમ થઈ જાય પછી કુકી કટર થી કટ કરી સેલો ફ્રાય કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)