ઉપમા(upma recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપમા બનાવતા જ હોય પરંતુ હું અહીંયા ઉપમા ને કંઈક અલગ જ રીતે પ્રસ્તુત કરું આ રીતે ઉપમા બનાવશો તો બધાને ખૂબ પસંદ આવશે.સૌપ્રથમ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ રવાને ૪કે ૫ ચમચી ઘી મૂકી શેકી લો. રવો સેકાઈ જાય ત્યારબાદ તેને એક થાળીમાં થોડું ઠંડુ કરવા મુકો.
- 2
ત્યારબાદ છથી સાત ચમચી તેલ મૂકી તેલ આવી જાય ત્યારબાદ તેમાં રાઈ લીમડો અને જીરાનો વઘાર કરી તેમાં બટેટા ડુંગળી મરચા અને લસણની પેસ્ટ સાંતળો. જ્યારે બધા વેજિટેબલ્સ સાતરતા હોય તે દરમ્યાન એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દેવું. વેજીટેબલ સતડાઈ જાય ત્યારબાદ તેમાં રવો ઉમેરો.
- 3
રવો ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં ગરમ પાણી અને છાશ નાખી ઉકાળો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. ઉપમા ને એકદમ ઘટ રાખવું જેથી તમારો ઉપમા સ્વાદમાં સરસ લાગશે.સરસ ઉકળી જાય ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ટેસ્ટી ઉપમા.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ