સાબુદાણા ટિક્કી (Sago Tikki Recipe In Gujarati)

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્ર ની રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
લોકો અનેક ઉપવાસ દરમિયાન ફળાહાર કરતા હોય છે. તો આજે હું સાબુદાણા ની ટિક્કી જે ફળાહાર કરતા લોકો ખુબ પસંદ કરતા હોય છે.એની રેસીપી શેર કરુ છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઇને 5 થી 6 કલાક પલાળી રાખવા.બટાકા બાફીને ઠંડા થાય એટલે છોલીને મેશ કરી લો.
- 2
હવે એક થાળ માં ટિક્કી માટેની બધી સામગ્રી ભેગી કરો.બરાબર મિક્સ કરી 10 મિનિટ ઢાંકી દો.જેથી બધી સામગ્રી એકરસ થઈ જાય.
- 3
હવે કડાઇ મા તેલ ગરમ કરવાં મુકો.મિશ્રણ માંથી મન ગમતા આકાર મા ટિક્કી બનાવી લો.મે ગોળ આકાર માં ટિક્કી બનાવી છે.તેલ ગરમ થાય એટલે ટિક્કી તળી લો.ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.તળાઇ જાય એટલે થાળી મા કાઢી લો.આ રીતે બધી ટિક્કી તળી લો.
- 4
તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ સાબુદાણા ટિક્કી.સાબુદાણા ટિક્કી ને દહીઁ શીંગ ના રાયતાં સાથે સર્વ કરી છે.
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)