હેલ્ધી નટ્સ પીનટ્સ બરફી (Healthy Nuts Peanuts Barfi recipe in gujarati)

#સાતમ
આજ મેં કાજુ બદામ અને સિંગને સરખા પ્રમાણ માં લઈને આ ગોળ માંથી મીઠાઈ બનાવી છે...કારણકે સાતમ આઠમ ના તહેવાર માં આપણે મીઠાઈ તો બનાવીએજ...પણ તહેવારની સાથે સ્વાસ્થ્ય પણ મહત્વનું તો છેજ...વધુ પડતી ખાંડની મીઠાઈ પણ આ વરસાદ ના વાતાવરણ માં સ્વાસ્થય બગાડતી હોય છે...એટલે આ ગોળ માંથી મીઠાઈ બનાવી છે..ખુબજ ઓછી વસ્તુ માંથી ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સચર જારમાં શેકેલા સીંગદાણા, કાજુ, બદામ લઇ તેનો કરકરો ભૂકો કરી લ્યો. ભૂકો અધકચરોજ રાખવો.
- 2
હવે એક કડાઈ માં ઘી લઇ, તેમાં ગોળ ઉમેરી પાઈ કરી લ્યો. આ પાઇ આકરી કરવાની નથી. ગોળમાં સેજ બબલ્સ થવા મન્ડે એટલે ગેસ બંધ કરી દેવો. બાકી બરફી કઠણ થઇ જશે.
- 3
ત્યારબાદ તેમાં એલચીનો ભૂકો, તેમજ શીંગ કાજુ બદામનો ભૂકો ઉમેરી બન્ધ ગેસમાંજ મિક્સ કરી લ્યો.ત્યારબાદ આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દ્યો.
- 4
થોડું ઠંડું થાય પછીજ કાપા પાડવા. થોડી વાર થાય પછી આ કટકા થાળી માંથી કાઢી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ