ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)

Desai Arti @cook_22705033
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે.
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેને એક કપડા ઉપર મૂકો અને તેની પોટલી વાળી ઢોકળીયામાં પંદરથી વીસ મિનિટ માટે બફાવવા મૂકો.
- 2
બફાઈ જાય એટલે તેને પોટલી ખોલી ને ઠંડું પાડો ત્યારબાદ તેને દસતા થી ભાંગી નાખો અને મિક્સરમાં ક્રશ કરી ચારણ ચાળી લો અને લોટ તૈયાર કરો.
- 3
હવે આ લોટમાં જીરૂ, અજમો, મીઠું, હળદર, ધાણાજીરું પાઉડર, ખાંડ લાલ મરચું પાઉડર તલ નાખી લોટ બાંધો હવે ચકરી પાડવાના સંચામાં લોટ ઉમેરી એકસરખી ચકરી પાડો અને તેને ગરમ તેલમાં મીડીયમ થી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો આ રીતે બધી ચકરી ઠંડી થાય એટલે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો આચકરી ને તમે 15 થી 20 દિવસ સ્ટોર શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13394523







ટિપ્પણીઓ