ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Desai Arti @cook_22705033
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં ઘીનું મોણ નાખી તેમાં ચણાનો લોટ મિક્સ કરી દૂધ નાખી લોટ બાંધી તેના મુઠીયા બનાવો અને તેને ઘી અથવા તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો આ મુઠીયા ને એક કલાક રહેવા દહીં તેને ઠંડા કરો
- 2
મુઠીયા ઠંડા થાય એટલે તેને દસ્તા થી તોડી મિક્સરમાં નાખી ક્રશ કરી ચારણીમાં ચાળી લો.
- 3
હવે એક કઢાઈ લઈ તેમાં ગોળ નાખો ગોળ પીગળે અને તેમાં બબલ્સ આવે એટલે ઘઉંના લોટનું મિશ્રણ નાખો સાથે ઈલાયચી પાઉડર અને તલ પણ નાખો બધું સરખી રીતે મિક્સ કરો અને તેને એક થાળીમાં કાઢી લો હાથ પર થોડું ઘી લગાવી મિશ્રણ નાના નાના ગોળા વાળી ખસખસ માં રોલ કરી તેને સર્વ કરો તો તૈયાર છે મારી યુનિક અને ટેસ્ટી ગુજરાતી દેશી ચુરમાના લાડુ જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આ લાડુ અને એરટાઈટ કન્ટેનરમાં ભરી ૨૦થી ૨૫ દિવસ સુધી સાચવી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13395380






ટિપ્પણીઓ