દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)

#ઉપવાસ
દૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ખમણી લો. તેમાં મીઠું લગાડી ૧૦ મિનિટ રહેવા દો.૧૦ મિનિટ બાદ દૂધી માંથી વધારાનો પાણી કાઢી લો.
- 2
આદુ મરચાં અને સીંગદાણા કરકરા પીસી લો. કઢાઈમાં ઘી મૂકી વઘાર કરી લો. તેમાં ખમણેલું અને પાણી નીકળેલ દૂધી ને છૂટી કરી સાંતળો.
- 3
થોડીવાર પછી તેમાં આદુ મરચાં અને સીંગદાણા નો પાઉડર નાખી સાંતળો. થોડીવાર જ ઢાંકીને દૂધી ચઢવા દો. તેમાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 4
ફરી એકવાર થોડી વાર માટે જ ઢાંકીને મૂકો. મસાલા ચડે અને દૂધી નો રંગ બદલાય એટલે કોથમીર નાખી સર્વ કરો.
- 5
નોંધ- દૂધી માંથી પાણી બરાબર કાઢી લેવાથી ખીચડી સરસ છૂટી થાય છે. દૂધી ખીચડી બનાવતા મીઠું દૂધી ચડવા લાગે પછી જ ઉમેરવાથી દૂધીનો પાણી છુટું ન પડતાં ખીચડી સારી બને છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)