ભીંડી દો પ્યાઝા(Bhindi Do Pyaza Recipe In gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ના દીઠા કાઢી અને ભીંડા મધ્યમ આકારના લેવા દેવા અને વચ્ચે એક ચીરો કરી ને 5 મીલી તેલ મા સેકી લેવા તેમા મીઠું અને લીંબુ નાખી અને અધકચરા ચઢી જાય આટલે કાઢી લેવા. ભીંડા ની ચીકણાશ દુર થઈ જશે લીંબુ મીઠું નાખવા થી.
- 2
એક 15 મીલી તેલ કઢાઈ મા લેવુ તેમાં રાઈ અને જીરા નો વઘાર કરવો તેમાં હળદર, 1.5 ઝીણા સમારેલા ટામેટાં અને 1.5 કાંદા નાખી ને સૂનેહરા રંગ ના થાય એમા લસણ, આદુ, મરચા આને ટામેટા ઉમેરી દેવા.
- 3
બધુ ચઢી જાય એટલે તેમા ફેંટેલુ દહીં ઉમેરવું અને દહીં નું પાણી બળી જાય એટલે તેમા ભીંડા ઉમેરી દો, તેમા મીઠું, લાલ મરચાં પાઉડર અને તેમા 40ml પાણી ઉમેરી દો.
- 4
હવે તેમા ગરમ મસાલો અડધો કાંદો અને ટામેટું ઉમેરો, તે થોડુ નરમ થાય એટલે તેના પર કસુરી મેથી હાથ મા ક્રશ કરી ને નાખવું. 4-5 મિનિટ સુધી ચઢવા દેવુ. ગરમા ગરમ પરાઠા સાથે આનંદ લો આ સ્વાદિષ્ટ વાનગી નો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (3)