વેજીટેબલબર્ગર(vegetable burger recipe in gujarati)

#goldanapron4#week7
વેજીટેબલબર્ગર(vegetable burger recipe in gujarati)
#goldanapron4#week7
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે લસણ ને જીણું સમારેલું ઉમેરો. એક મિનિટ સુધી સાંતળો. હવે લીલાં વટાણા નાખો. વટાણા ને એક મિનિટ સુધી સાંતળો. હવે જીણું સમારેલું ગાજર ઉમેરીશું.
- 2
વટાણા અને ગાજર ઉમેર્યા પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદાનુસાર આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરાબર હલાવી દો. ગેસ ધીમો રાખવો. હવે તેમાં ચોખા નો લોટ ઉમેરી ને બરાબર મિક્સ કરી દઈશું.
- 3
મસાલા ને ભાજીપાંઉ ના સ્ટેન્ડ થી દબાવી દો. હવે બાફેલા બટાકા ઉમેરો. બટાકા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. અને ઠંડુ થવા માટે ઢાંકીને મૂકી દો.
- 4
એક વાસણ મા કોરનફ્લર અને મેંદો બરાબર સરખા પ્રમાણમાં લઈ ને તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી પાણી થી પેસ્ટ બનાવી દો.
- 5
બ્રેડ ને તવી પર બન્ને બાજુ તેલ લગાવી ગરમ કરી ઠંડી થવા દો. બ્રેડ ઠંડી પડી જાય એટલે મિક્સર માં ક્રશ કરી લો.
- 6
એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપડે ટીક્કી બનાવી દઈશું. ટીક્કી બનાવવા માટે બટાકાના મિશ્રણમાંથી એક સરખા પ્રમાણમાં ગોળા બનાવી તેને હાથ થી દબાવી મેંદાના મિશ્રણમાં બોળીને પછી ટીક્કી ની બન્ને બાજુ બ્રેડ નો ભુક્કો લગાવી તેલ માં તળી લો. ટીક્કી બ્રાઉન રંગની થાય એટલે ડિશ માં લઈ લઈશું. આવી રીતે બધી ટીક્કી ને તેલ માં તળી લો.
- 7
પાઉં ને વચ્ચે થી કાપી ને તવી ઉપર બન્ને બાજુ સેકી લઈશું. પછી પાઉં ની એક બાજી માયોનીજ ચોપડ્સુ. તેની ઉપર ચીઝ મુકીશું. પછી ટીક્કી મુકીશું. તેની ઉપર કાકડી, ડુંગળી સમારેલી (રાઉન્ડ માં) ગોઠવીસુ. તેની ઉપર કોથમીર ભભરાવી દો. હવે જે બીજું પાઉં હતું તેના ઉપર સોસ ચોપડી ને પછી રેડી કરેલા પાઉં પર મૂકી દઈશું. રેડી છે બર્ગર.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (6)