મમરા ના લાડુ (Mamara Na Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તગારા ને ગેસ પર મૂકો. ગેસ ચાલુ કરો.
- 2
એક ચમચી ઘી નાખો. તેમાં ગોળ ઉમેરો. ગેસ ધીમો રાખવો.
- 3
હવે ચમચા થી બરાબર મિક્સ કરો. ગોળ અને ઘી ને. ગોળ કોફી કલર નો થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવવું.
- 4
ગોળ નો કલર સહેજ કાળો થાય એટલે તેમાં સમાય તેટલા મમરા ઉમેરો. મમરા ને બરાબર મિક્સ કરો. ફટાફટ. ગેસ બંધ કરી દો.
- 5
બધા મમરા મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
- 6
બન્ને હાથ ના ઉપયોગ થી થોડા થોડા મિક્સ મમરા લઈ ને ફટાફટ લાડવા બનાવો. બન્ને હાથ ને બરાબર દબા વો. જેથી મમરા છુંટા ના પડી જાય. આમ બધા લાડવા બનાવી લો.
- 7
રેડી છે મમરા ના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617909




ટિપ્પણીઓ (5)