સેવખમણી (Sev Khamni recipe in Gujarati)

સેવ ખમણી એ દક્ષિણ ગુજરાત ની એટલે કે સુરત ની ખાસ ફેમસ નાસ્તા ની ડીશ છે એ આપણે જમવા ની પહેલા કે ડિનર ની પહેલા સાઈડ ડીશ તરીકે લઇ શકાય છે વળી આ બાફેલી વાનગી હોવા થી ડાયેટ કરવા વાળા પણ સાઈડ માં ખાઈ શકે છે ખૂબ ટેસ્ટી અને હેલ્ધી ડીશ સેવખમણી હવે પુરા ગુજરાત ની ફેમસ થઈ ચૂકી છે પણ મેં સુરતી સ્ટાઇલ માં લસણ વાળી બનાવી ટેસ્ટ વધાર્યો છે વળી આ ઇન્સ્ટન્ટ છે તો જોઈએ એની રેસિપી.

રાંધવાની સૂચનાઓ
- 1
બેસન સને સોજી ને જરૂર મુજબ પાણી મિલાવી ખીરું રેડી કરો
- 2
એમ મીઠું ખાંડ લીંબુ ના ફૂલ નાખો
- 3
લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો
- 4
મિક્સ ને ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપો જેથી સોજી ફૂલી જાય
- 5
એક કુકર માં મોલ્ડ ને તેલ લગાવી ગરમ કરવા માટે મૂકી દો
- 6
હવે મિક્સ ને ફરીથી ખૂબ સારી રીતે હલાવી લો
- 7
હવે મિક્સ માં એક મોટી ચમચી તેલ ઉમેરી લો
- 8
હવે મિક્સ માં ઇનો ઉમેરી ઈનો પર એક ચમચી પાણી રેડો
- 9
ઇનો પર પાણી રેડવા થઈ જલ્દી થઈ એક્ટીવેટ થઈ જશે.
- 10
હવે ખીરા ને મોલ્ડ માં પોર કરો
- 11
હવે 15 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર વરાળ માં બફાવવા દો.
- 12
ત્યાર પછી રેડી થઈ જશે ખમણી માટે ના ખમણ
- 13
હવે દાડમ ને છોલી ને દાણા રેડી કરો
- 14
હવે ઠંડા થયેલ ખમણ ને ખમણી થી ભૂકો કરી લો જેથી ખમણ એક સરખું થાય
- 15
હવે એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી વઘાર કરો
- 16
વઘાર માં રાઈ હિંગ અને એક મરચું તથા લીમડો નાખો
- 17
એમ 3 ચમચી ખાંડ લીંબુ નો રસ અને મીઠું નાખો
- 18
હવે એમ એક નાનો ચા નો કપ જેટલું જ પાણી ઉમેરી લો
- 19
બધું ઉકળેએટલે ખમણી મિક્સ ઉમેરી લો
- 20
હવે બધું મિક્સ કરી ને ઉતારી લો
- 21
હવે એક પ્લેટ માં ખમણી લો એની ઉપર લિલી ચટણી /લાલ ચટણી/સેવ / દાડમ ઉમેરી લો કોથમીર પણ ઉમેરી લો
- 22
હવે આ રેડી ટેસ્ટી સેવ ખમણી ને ડિનર અથવા લન્ચ ની સાથે સાઈડ માં ટેસ્ટ કરો.
- 23
તો રેડી છે ટેસ્ટી અને યંમી સાઈડ ડિશ"સેવ ખમણી".
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)