ઢોકળાં(Dhokala recipe in Gujarati)

#Cookpadindia લાઇવ વાટી દાળ ના ઢોકળાં ગુજરાતી લોકો ના ખુબ જ પ્રિય હોય છે, જ્મવા માં કે નાસતા માં ઢોકળાં ખૂબ જ સરળ રીત બનિ જાય છે.
ઢોકળાં(Dhokala recipe in Gujarati)
#Cookpadindia લાઇવ વાટી દાળ ના ઢોકળાં ગુજરાતી લોકો ના ખુબ જ પ્રિય હોય છે, જ્મવા માં કે નાસતા માં ઢોકળાં ખૂબ જ સરળ રીત બનિ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાં માટે આથો જરુરી છે એટલે બોંપરે જમવા માં ફરસાણ ની જેમ બનવા હોય તો આગલા દિવસે રાતે દાળ અને ચોખા ૩ વખત પણી થી ધોઈ ને છાસ માં પલાળી દેવા.દાળ ચોખા ને ૭-૮ કલાક પલળવા જોઇએ.
- 2
સવારે પલાળેલ દાળ ચોખા ને મિકચર માં પીસી લેવું.
- 3
હવે તેને ૨-૩ કલાક સવાર નો તડકો આપવાં મૂકી દેવું અને એક વાટકી માં ચપટી મગની ફોતરાં વિનાની દાળ,અડદની દાળ અને ચણા ની દાળ સવાર થી પલાળી ને રાખવી.
- 4
હવે ઢોકળાં આથો આવી જાય એટલે તેમાં વઘાર અંદર જ ઉમેરી દેવા થી સ્વાદ સરસ આવશે.એટલે હવે આથા માં સ્વાદ મૂજબ મીઠુ, હળદળ,હિંગ અને થોડું મરચું પાઉડર નાખી હલાવી લેવું.
- 5
હવે મિશ્રણ માં પલાળેલી દાળ,આદુ મરચા અને લસણ વાટી ને નાખવા,લીમડાના પાન અને કોથમરથી સુધારી ને નાખવા.
- 6
હવે વઘાર માટે ૨ મોટા ચમચા તેલ મૂકવું.તેલ થાય એટલે તેમાં રાઈ,જીરૂં, હિંગ,અજમો અને તલ નાખી વઘાર ઢોકળા ના ખિરા માં નાખી બરાબર હલાવવું.
- 7
હવે ઢોકળા ની થાળી માં તેલ લગાવવું અને ખીરા માં ચપટી ટાટા ના સોડા કે સાજી ના ફૂલ જે હોય તે નાખી ખીરું થાળી માં પથરી મરચું પાઉડર છાંટી ઢોકડિયા માં મુકિ દેવું.
- 8
પેલા મિડિયમ તાપ પર ૧૦ મિનીટ થવા દેવા અને પછી ૧૦ મિનિટ ધીમાં તાપે થવા દેવું. હવે ગરમાં ગરમ માં પીસ પડી ને તેલ,લસણ ની ચટણી કે લીલી ચટણી સાથે પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
- પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
- કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
- તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
- બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)















ટિપ્પણીઓ (3)