છોલે પનીર ટિક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ને 6-7 કલાક પાળવા પછી તેમાં મીઠું નાખી ને 3-4 સીટી વગાડી લેવી કૂકર ઠંડુ થાય એટલે પાણી ચારણી થી ગાળી લેવું.
- 2
હવે છોલે ને અને પાલક ની ભાજી ને ક્રશર વડે અધકચરું કરી લેવું. ત્યાર બાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ, ચિલી ફ્લેક્સ, લાલ મરચું પાઉડર નાખી તેમાં કોરા પૌવા નાખવા આમ કરવા થી બધું પાણી ચુસાઈ જશે. પછી મીઠું નાખી ને હલાવી લેવું.
- 3
હવે હાથ પર તેલ લગાવી મિશ્રણ લઈ ને ટિક્કી નો આકાર આપવો બધી ટિક્કી તૈયાર થઈ જાય એટલે તેને 15 મિનિટ ફ્રીજ માં મૂકી ઠંડી કરી લેવી. પછી દહીં નો ચક્કો બનાવી લો જેમાં 200 ગ્રામ દહીં ને પાતળા કોટન ના રૂમાલ વડે બાંધી લો અને 3-4 કલાક લટકાવી રાખો જેથી બધું પાણી નીત્રી જાય. તેમાં મીઠું અને મરી પાઉડર નાખી ડીપ તૈયાર કરી લેવું
- 4
હવે ટિક્કી ને 3-4 ટીસ્પૂન તેલ માં શેકી લેવી, અને તેના પર દહીં ના ચક્કો મૂકી અને સોસ મૂકી સજાવી લેવું અને ગારમાં ગરમ સ્ટાર્ટર તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)