રતન ખીચડી (Ratan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની અને તુવેર ની દાળ ને ભેગી કરી અને ચોખા ને અલગ થી ધોઈ ને 1/2 કલાક પલાળી લેવા.
- 2
હવે કૂકર માં વઘાર માટે તેલ ગરમ થવા મૂકી દો. રાઈ જીરું તત્ડી જશે એટલે તેમાં હીંગ, હળદર, તજ, લવિંગ અને સુકા લાલ મરચાં નાખી 1/2 મિનિટ બાદ માપ નું પાણી નાખી લો.
- 3
હવે પાણી માં દાળ ચોખા નાખી લેવા અને તેમાં, ગરમ મસાલો, મીઠું નાખી ઉકાળી લો અને ઉકળતા પાણી માં બે ચમચી ઘી, ખારેક, લાલ મરચું અને બધુ ડ્રાય ફ્રૂટ નાખી લેવું અને હલાવી કૂકર બંધ કરી લો. ત્રણ સીટી પછી ગેસ બંધ કરી લો અને કૂકર ખુલે એટલે સૂકુ કોપરુ અને ધાણા નાખી લેવા અને છાશ, પાપડ તથા મન ગમતી વસ્તુ સાથે મજા માણો રત્નો થી ભરપૂર એવી રતન ખીચડી ની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13957740









ટિપ્પણીઓ (2)