બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલો બનાવવા માટે બટેટાને કુકરમાં બાફવા મૂકો, ત્રણથી ચાર સીટી થઈ જાય પછી બટેટા ને બહાર કાઢી તેની છાલ ઉતારી લો, તૈયાર બાદ તેને મસાલો બનાવવા માટે એક બાઉલમાં નાખો.
- 2
તૈયાર બાદ બટાટાને બરાબર રીતે મસળી નાખો, એ પછી તેમાં ચટણી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, અને લીંબુ નાખો, અને આ બધાને બરાબર રીતે હલાવી ને મસાલો તૈયાર કરો.
- 3
મસાલો તૈયાર થઈ ગયા પછી તે મસાલા ને બ્રેડ ની ઉપર બરાબર રીતે ભરો, અને તેની ઉપર બીજી બ્રેડ મૂકો અને આ રીતે બધી જ તૈયાર કરો.
- 4
હવે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, અને મીઠું ઉમેરો, ત્યારબાદ તેની અંદર પાણી નાખીને બરાબર રીતે મિક્સ કરો
- 5
મસાલો ભરેલી બ્રેડને સ્લરી ની અંદર સરખી રીતે બોળી ને ચાયણી માં નીતરવા માટે રાખો.
- 6
ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો, તેલ આવી જાય પછી પકોડાને તેલમાં નાખી બરાબર રીતે તળવા દો,બરાબર રીતે ચડી જાય પછી તેલ માંથી કાઢી અને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ