મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટ ને ધાબો દેવો, એટલે 2 મોટા ચમચા ઘી અને દૂધ ને એક પેન માં ગરમ કરી લો અને તેને લોટ પર નાખી ને બે હાથ ની વચ્ચે ઘસી લેવું પછી તેને ચોખા ની ચારણી થી ચાળી લો
- 2
પછી એક પેન માં 400 ગ્રામ ઘી ગરમ કરી લો અને લોટ નું મિશ્રણ નાખી એને કલર બદલાઈ ત્યાં સુધી શેકી લો અને ગેસ બંધ કરી લો. એક બીજી પેન માં દૂધ માં ચાસણી કરવા માટે ખાંડ લેવી તેમાં દૂધ નાખવું ખાંડ ડુબી જાય એટલું બરાબર એક થી દોઢ તારી ચાસણી કરી લો. તેમાં કલર નાખવો.
- 3
પછી શેકેલો લોટ અને તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવતા રહો જ્યાં સુધી પેન છોડી દે એટલે એક થાળી ગ્રીસ કરી ને તેમાં આ મિશ્રણ રેડી ને બદામ ની કતરણ નાખી લો અથવા વરખ થી સજાવી લો. તૈયાર છે દરેક ગુજરાતી ના ઘરે સારા પ્રસંગો એ બનતી રેસીપી અને મારા પરિવાર માટે દિવાળી માં બનતી વસ્તુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14050846












ટિપ્પણીઓ