શીંગ ભુજીયા (Sing Bhujiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સિંગદાણા નાખો ત્યારબાદ તેની અંદર ચટણી, હળદર, મીઠું, ચાટ મસાલો ઉમેરો,
- 2
ત્યારબાદ તેને બરાબર રીતે હલાવો અને પછી તેની અંદર ચોખાનો લોટ અને કોર્નફ્લોર ઉમેરો, ત્યારબાદ તેની અંદર ધીમે ધીમે ચણાનો લોટ અને પાણી ઉમેરતા જાવ,
- 3
સિંગદાણા ને સરખી રીતે તે લોટમાં કવર કરતા જાવ અને પાણી નાખતા જાવ, બરાબર રીતે બધો લોટ સિંગદાણામાં ભળી જાય પછી તેને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો
- 4
પછી એક બાઉલમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય પછી તે શીંગદાણાને એક એક કરીને તળો,
- 5
બરાબર રીતે ચડી જાય પછી તેને તેલ માંથી બહાર કાઢીને ઉપરથી ચટણી આમચૂર પાઉડર છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152569












ટિપ્પણીઓ