મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)

મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ મૂકી તેમાં ધાણા, મરી,જીરૂ,તજ,લવિંગ સેકવા અને લાલ મરચા ઉમેરવા ત્યારબાદ ડુંગળી અને લસણ ઉમેરી સાતળવું
- 2
બરાબર શેકાય જાય એટલે ટોપરાનું ખમણ નાખી ને હલાવી ગેસ બંધ કરી દેવો
- 3
હવે બધી સેકેલી સામગ્રી પીસી લઈશું અને કઠોળ ને 6 કલાક પલાળી તૈયાર રાખશું ડુંગળી ટામેટાં તૈયાર કરી દેશું
- 4
હવે એક કૂકર માં તેલ મૂકી ને ડુંગળી જીની સમારેલ સાતરશું ત્યાર બાદ ટામેટાં અને પીસીને તૈયાર કરેલ મશાલો ઉમેરશું
- 5
થોડી વાર મસાલો સાતરી ને હળદર અને કઠોળ મીઠું અને મરચા પાઉડર નાખશું
- 6
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ પાણી ઉમેરી 6થી7સિટી મીડ્યમ ગેસ પર વગાડી ને જોઈ લેશુ બરાબર કઠોળ ચડી જાય એટલે ગરમ મશાલો નાખી દઈશું
- 7
બસ તૈયાર છે ચટપટા મિસળ હવે તેમાં ચવાણું સમારેલ ડુંગળી તથા કોથમીર નાખી ને પાવ સાથે સર્વ કરશું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ